Excerpts from Jhaverchand Meghani's Writings

અવતરણો
નવા જીવનની છોળો આવી છે. જીવનનો ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. એક અદૃશ્ય હાથની ઇશારત હું મ્હારી સામે જોઈ રહ્યો છું - અને જવાબ આપું છું કે... આવું છું, આવું છું.

આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઊલટાવી પલટાવીને લખ્યા જ કરું. પણ સ્પષ્ટ કરી નહિ શકું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે એ ન પણ સમજી શકો.

અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદીરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ-બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું.

લિ. હું આવું છું.


(1921માં એક મિત્ર પર કલકત્તાથી લખેલ પત્રમાંથી)
લેખકનું સાધન છે શબ્દ-કલા. પ્રાપ્ત જ્ઞાન અથવા જીવનદર્શનનું રહસ્ય શિલ્પસુંદર શબ્દરૂપે પ્રગટાવવું એ છે એનું સાધ્ય. આપણું પ્રેરક બળ છે આપણી આત્મસંતૃપ્તિ. એક દિવસ થાય કે આ આનંદ તો મનમાં સમાવ્યો સમાતો નથી, ઝલકાઈ-ઝલકાઈને બહાર ઢળે છે, એને શબ્દમાં વહાવી અન્ય જનોને પણ રસભાગી બનાવું નહીં તો ત્યાં લગી જંપ નહીં વળે; નિજાનંદના આ સભરભર કુંભ અન્ય જનોને પાવાની લાગણી જો સાચી હશે તો બિન્દુમાત્ર અનુભવમાંથીયે વાણીની અમૃતધારા છૂટશે.


(૧૯૪૬ના સાહિય પરિષદ સંમેલનમાં આપેલ વ્યાખ્યાનમાંથી)
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગઃ ઝંઝાના વીર, તમે ઊઠો!
ઓતરાદા વાયરા, ઊઠો!

કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ! રહેજે ચંદનની ગોદ સૂતો;
નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજઃ ઘોર વિપ્લવના ઢોલડા ધડૂકો!
ઓતરાદા વાયરા ઊઠો!


(ઓતરાદા વાયરા, ઊઠો! કાવ્યમાંથી)
સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી!
મળાયું ન તેને સહુને માફામાફ કે'જો, ને
રુદિયામાં રાખી અમને રે'જો હો...જી!

કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જીઃ
આદુનાં નિવાસી એ તો આ રે આર્ય ભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી!
--- સો સો રે સલામું.

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો -- એણે
ૠષિઓને વચને ખાધેલ ખોટ્યું હો...જીઃ
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી!
--- સો સો રે સલામું.


(છેલ્લી સલામ કાવ્યમાંથી)
તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયાં;
પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં --
ઝંડા! અજર અમર રે'જેઃ
વધ વધ આકાશે જાજે.

તારે મસ્તક નવ મંડાઈ ગરુડ તણી મગરૂરી;
તારે ભાલ નથી આલેખ્યાં શમશિર-ખંજર-છૂરી --
ઝંડા! દીન કબૂતર-શો
ઉરે તુજ રેંટીડો રમતો.


(ઝંડાવંદન કાવ્યમાંથી)
ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખઃ
આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે;
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે.


(તરુણોનું મનોરાજ્ય કાવ્યમાંથી)
આષાઢી મેઘ અને થોડી શી વીજળી લૈને બેઠેલ હશે બ્રહ્મા :
ભૂલકણા દેવ, તમે પંખીડું વીસરી ઘડી કેમ માનવની કન્યા!

પાંખોની જોડ એના હૈયામાં સંઘરી, સરજી સાંતાલની નારી.
ઊડું ઊડું હીંડતી હલકે વિદ્યાધરી : દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.


(દીઠી સાંતાલની નારી કાવ્યમાંથી)
હળવાં હળવાં લોચન ખોલો
ધીમાં ધીમાં લોચન ખોલો રે
સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.

ભમ્મરથી ભૂકંપોને ખેરજો હો જી!
દેવા! પાંપણને સૂપડલે
સ્વામી! પાંપણને સૂપડલે રે
સોજો ધરતીનાં કસ્તર ઝાટકી હો જી.

કેને નવ મેલ્યા કેને મેલશે હો જી.
સ્વામી સૌનાં લેખાં લેશે
વારાફરતી લેખાં લેશે રે
ખાતાં સૌ સૌનાં ખતવી રાખજો હો જી.

સંહારના સ્વામી! તુંને વંદના હો જી.
તું છો શીવ અને છો સુંદર
તું છો સત્ય અને છો મંગળ રે
આખર તો એવા રૂપે રાજજો હો જી.

ઘેરાં ઘેરાં લોચન ખોલો
ગાઢાં પાંપણનાં પડ ખોલો રે
સંહારના સ્વામી! થોડા ડોલજો હો જી.


(ધીમાં ધીમાં લોચન ખોલો કાવ્યમાંથી)
હું મને પોતાને ધરતીનું ધાવણ ધાવેલો તેમજ યુનિવર્સિટીના ખોળામાં ઊછરી મોટો થયેલો માનું છું કેમકે લોકસાહિત્ય પ્રત્યે મને અભિમુખ કરી લોકસાહિત્યનાં મૂલ્યાંકન શીખવનાર પણ મને યુનિવર્સિટીમાંથી મળેલી કેળવણી છે એ મારી માન્યતા છે. તુલનાત્મક અભ્યાસદૃષ્ટિ અને સત્યાન્વેષણની સાન આપણને વિદ્યાલયોમાંથી મળે છે, આપણી ઊર્મિ અને આસક્તિ ભલે જન્મગત હોય. ઊર્મિ અને આસક્તિ એકલાં નકામાં છે. એની વિદ્યુત્‌ચેતનાને જો વિદ્યાપીઠે દીધેલી વિવેકબુદ્ધિ સાથે જોડીએ તો જ સત્યની યાત્રા કરી શકાય છે.

વિદ્યાપીઠના ઉપાસક-સમુહ તરફ આવી સંતોષભરી મીટ માંડી હું અભ્યાસપ્રેમી ગુજરાતને ખોળે લોકસાહિત્યના સંશોધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા મનની ઊંડી વ્યથાભરા એક જ વાત કહી નાખું છુંઃ યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની લોક્વાણીનું સંશોધન અને દોહન કર્યું. મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી-પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને આ સાદ પાડું છું : કે થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો! આપણા રાનીપરજ ને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકર-પટ્ટીના કંઠાળવાસી ના


(લોકસાહિત્ય - ધરતીનું ધાવણના નિવેદન લેખમાંથી)
"જાણે જુઓ, માડી! વેશવાળ કહો કે વિવા કહો, એ કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય? કન્યા વરે છે ને પરણે છે - સાસરિયાંના આખા ઘરને, કુળને, કુળદેવને; અરે માડી, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરુષ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાવહાલાંને ને કન્યાના માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય." --- ભાભુ


(વેવિશાળ નવલકથામાંથી)
આતમની એરણ પરે
જે દી અનુભવ પછડાય જી;
તે દી શબદ-તણખા ઝરે
રગ રગ કડાકા થાય... જી-જી શબદના વેપાર.

શબદ-તણખે સળગશે
સૂની ધરણીના નિઃશ્વાસ જી;
તે દી શબદ લય પામશે
હોશે આપોઆપ ઉજાસ;
ચલ મન શબદને વેપાર... જી-જી શબદના વેપાર.


(શબદના સોદાગરને કાવ્યમાંથી)
મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિશ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-સૌરાષ્ટ્રની ભૂમિમાં કવિઓને પ્રેરણા સ્ફુરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીર જવું પડે છે.'

એવું આકરું મહેણું પામેલા આ કાઠિયાવાડની -- આ સૌરાષ્ટ્રની -- પૂરી તો નહિ, પણ બની તેટલી પીછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે.

--- હિમાલયનાં બરફ-શિખરો ઉપર સૂર્યનાં કિરણો પડે, અને વિગલિત બનીને ધારારૂપે વહેવા લાગતું એ બરફ-શિખર કદી ન ગાયેલું એવું કલકલ ગાન કરવા લાગે છે; એવી રીતે ઇતિહાસની અંદર પણ ચારણનાં કલ્પના-કિરણોનો સ્પર્શ થતાં, એવું જ અદ્‌ભુત એક ગાન ઊઠે છે. 'રસધાર'ની અંદર એકલી કલ્પના નથી ગાતી; ઇતિહાસને એ ગવરાવી રહી છે.


(સૌરાષ્ટ્રની રસધાર, ભાગ ૧, પ્રસ્તાવનામાંથી)
 JHAVERCHAND MEGHANI - Reader's Comments

પ્રતિભાવો 2020-05-10 --- Nitin Lakhani
Please can you inform me where I can obtain English translation of Zaverchands "Kasumbi No Rang?"

2020-03-21 --- RAJPUT INDRAJITSINH N.
so power of india meganiji is great and beast and i like shivaji nu halardu and ets of all if beast so useful in all world great and no option is other meghaniji all books is easeyli on market and media. i like meghani

2019-08-28 --- Patel harshad
123 મી જન્મજયંતિએ લાખ લાખ વંદન

2019-07-15 --- Shilpa Das
I have been a big admirer of Zaverchand Meghani and his vast corpus of literature since my school days in Ahmedabad since I had chosen Gujarati as a subject. The way he brings Saurashtra to life is simply astounding.

Thank you for this website and sharing with us.


2019-02-18 --- Anil
http://www.meghani.com/index.php?content=newcomment

2019-02-14 --- Sahil
Nice

2018-11-12 --- manish shah
very informative site about meghani

2018-10-11 --- Susmit vora
I would like to visit your book shop in bhavnagar.pl.send your address.tks.shvora

2018-08-13 --- Prafulkumar Rajatiya
ખૂબજ સરસ

મેઘાણીજી વિશેની માહિતી તથા તેની કૃતિઓ ની માહિતી એને આપણાં વચ્ચે જીવિત રાખશે. તદુપરાંત એના અવાજ ની મુકેલી ઓડીઓ ક્લિપ આજની પેઢીને મેઘાણીજી ને ઓળખવા માં ખૂબ જ મદદ કરશે કે ભારત માં એક એવા પણ સાહીત્યકાર થઈ ગયા છે જેને ગામડે ગામડે ફરી ને સંસ્કૃતિ તથા ઇતિહાસ ને જીવિત રાખ્યો છે.

આપની આ મહેનત ને પ્રણામ


2018-06-28 --- urmi
khub j saras mahitichhe

2018-01-20 --- P.Vasu
Very informative site.
You could consider publicizing in this ste the translations available of his works


2017-08-31 --- Sagar zankat
Saro

2017-08-13 --- Dhiraj mali
I like


2017-07-06 --- Avi patel
Jhaverchand Meghani

2017-07-05 --- Chintan
Extremely telanted & legand he is the proud of Gujarat


2017-04-21 --- Arti
Pranam,

Great Tribute to the legend. It would add to the glory if you create an option of buying the books from this website. Please also consider creating an ebook or a kindle version of the same.

Thank You


2017-02-18 --- chetanbhai arjunbhai bhoye
very good collection
thanks your work.


2017-02-15 --- vaghela umeshbhai dungarshibha
ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે. (A)-PITAMBAR PATEL (B)-KISHANSIH CHAVDA (C)JAVERCHAND MEGHANI (D)JORAVARSINH JADAV
આમાં કયો જવાબ આવે
મો-૮૧૫૪૮૫૮૭૩૧


2017-01-29 --- parbat bharvad.
zhaverchand meghani mahan hata temnu saahity vaachta vaachta teo sumksh ubha rahi ne kaheta hoy tevu lage che.....jay nav nath.. jay sorthi sunto ..jay girnar.......

2016-12-20 --- ભૉવર આશિષકુમાર
આપની આ માહિતી આપતી website માટે આપનો ખુબ આભારવશ છું. ઝવેરચંદ મેઘાણી ના
અવાજમાં તેમના ગાયેલાં ગીતૉ નો સગર્હ એ ખુબ જ સરસ છે. ..


2016-11-08 --- kiran
Best...

2016-09-22 --- Parmar ajendrasinh
Jay hind jay bharat

Mara taraf thi "rastiy sayar ne salut"


2016-08-30 --- Tarun Mehta
Oops! I just realized you already have a vehivle for personal notes! Again, great job Ashokbhai.

2016-08-30 --- Tarun Mehta
After a memorable evening of Meghani-120 program @ TV Asia last Sunday, I learned about Meghani.com website ... Superb job Ashok Bhai .. I suggest you add a section where folks who were touched directly or tangentially by this great soul (Navin Mehta & Rahul Shukla for example) can add their personal Notes.

2014-07-11 --- Rajesh Bhagat
Great web site. Wish you had more recordings in his voice. Gujarati Sahityano Amulya Vaarso.

2014-02-21 --- Yash
Very nice web site

2014-02-03 --- નાનકભાઈ મેઘાણી / પિનાકી મેઘાણી
આતુરતાથી રાહ જોઈએ છીએ.

2014-01-24 --- sanya
my favorite song is mor bani thangat kare